Bank Details

FD Rates

3 Month

@ 6.00 %


6 Month

@ 6.50 %


12 Month

@ 7.50 %


24 Month

@ 8.00 %


36 Month

@ 8.50%


60 Months

@ 9.00 %


Election programme 2025 has been declared pls see below notice board section for detail programme schedule.

Chairman message

ચેરમેનશ્રી મેસેજ


img

આ સંસ્થા સચિવાલયના વિવિધ વિભાગો અને કેટલીક બિન સચિવાલય કચેરીના બિન બદલી પાત્ર તેવા વર્ગ-૧, વર્ગ-ર અને વર્ગ-૩ ના અધિકારીઓ અને કર્મચારીઓના સભ્યપદ ધરાવતી સંસ્થા છે. સંસ્થામાં હાલ ૨૧૦૦ જેટલા સભાસદો છે.

સંસ્થાનો મુળ ઉદ્દેશ સભાસદોના ફાજલ નાંણાને બચત, રીકરીંગ કે થાપણ સ્વરુપે આકર્ષક વ્યાજ દરે સ્વીકારી જરૂરીયાતમંદ સભાસદોને ટુંકાગાળા, મધ્યમગાળા કે લાબાંગાળાનું ધિરાણ વાજબી વ્યાજ દરે કરી તેઓને મદદરૂપ થવાનો છે.

સંસ્થામાં હાલમાં ત્રણ પ્રકારનું ધિરાણ આપવામાં આવે છે. જેમાં આકસ્મિક ધિરાણ રૂા.પ,૦૦૦/-, ખાસ ધિરાણ રૂા.૪પ,૦૦૦/- અને મુખ્ય ધિરાણ રૂા.૭,૦૦,૦૦૦/-આપવામાં આવે છે. ધિરાણ પરનો પ્રવર્તમાન વ્યાજ દર ૯.૯૦% છે. ધિરાણની મર્યાદા અને વ્યાજદરમાં સમય સંજોગો પ્રમાણે ફેરફાર થતા રહે છે.

સંસ્થા દ્વારા તેના સભાસદોને તેમના શેર રોકાણ પર આકર્ષક ડિવિડન્ડ તેમજ થ્રિફ્ટફંડ પર વ્યાજ ચૂકવવામાં આવે છે. નિવૃત્ત થતા સભાસદોને રૂા.૨૦૦૦૦/- નિવૃત્તિ ફંડ પેટે તથા કોઇ સભાસદનું અવસાન થાય તો તેના વારસદારને રૂા.૨૦૦૦૦૦/- ની સહાય કરવામાં આવે છે,

સંસ્થાના સંચાલન માટે કુલ ૧પ ડિરેકટરોનું બોર્ડ રચાએલ છે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, માનદમંત્રી, સહમંત્રી, ચેરમેન લોન સમિતિ, ચેરમેન ખરીદ સમિતિ અને ચેરમેન આઇ.ટી સમિતિ જેવા મુખ્ય સાત હોદ્દેદારો અને આઠ ડિરેકટર્સ માનદસેવા આપે છે. તેઓ સહકારી કાયદા, પેટા કાયદાની તેમજ ઠરાવોની મર્યાદામાં રહીને નીતિ વિષયક નિર્ણય લે છે.

સંસ્થાનો રોજ-બરોજની વહીવટી કામગીરી એક મેનેજર, બે એકાઉન્ટસ કલાર્ક અને એક પટાવાળા સહીત કુલ ચાર વ્યકિતઓના સ્ટાફ દ્વારા બજાવવામાં આવે છે. સંસ્થાના સભાસદો માટે નિવૃત્તિ ફંડ અને મૃત્યુફંડ જેવી કલ્યાણકારી યોજના અમલમાં છે. જે નિયત કરેલ નિયમોને આધીન મળવાપાત્ર છે.

સંસ્થાની તમામ કામગીરી કોમ્પ્યુટરાઈઝડ છે તેમજ સંસ્થા દ્વારા વેબસાઈટ પણ બનાવવામાં આવેલ છે.

પ્રમુખ