Bank Details

FD Rates

3 Month

@ 6.00 %


6 Month

@ 6.50 %


12 Month

@ 7.50 %


24 Month

@ 8.00 %


36 Month

@ 8.50%


ANNUAL REPORT FOR THE F.Y. 2023-24 HAS BEEN PUBLISHED THEREFORE ALL THE MEMBERS HAVE REQUEST TO DOWNLOAD FROM >MAIN MENU>ANNUAL REPORT>2023-24 

Fixed Deposite

                    થાપણના નિયમો.

 

• કોઈપણ સભાસદ/નોમીની સભાસદ વ્યકિતગત નામે બાંધીમુદતની થાપણ (ફીકસ ડીપોઝીટ) સોસાયટીમાં મુકી શકશે અને વ્યકિતગત સહીથી લેવડ-દેવડ કરી શકશે.

• થાપણ મુકવા માટે સભાસદે, સોસાયટીએ નિયત કરેલ અરજીફોર્મમાં અરજી કરવાની રહેશે.

• સામાન્ય રીતે ઓછામાં ઓછી ત્રણમાસ માટે થાપણ સ્વિકારવામાં આવશે, જયારે વધુમાં વધુ મુદત અને થાપણના વ્યાજનો દર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિ વખતો વખત નકકી કરે તે મુજબ રહેશે.

• બાંધીમુદતની થાપણની મુદત અને વ્યાજનો દર પ્રવર્તમાન નિયમો નિચે પ્રમાણે રહેશે. શકશે.ે

વિગત વ્યાજ દર
બચત તથા સ્પે. બચત ૫%
રીકરીંગ તથા સ્પે. રીકરીંગ ૭.પ%
ફીક્સ ડીપોઝીટ
૩ માસ ૬%
૬ માસ ૬.પ%
૧૨ માસ ૭.પ%
૨૪ માસ ૮%*
૩૬ માસ ૮.પ%*

* ૨૪ અને ૩૬ માસની ડીપોઝીટમાં ઓછામાં ઓછા રોકાણની રકમ રૂા. ૧,૦૦,૦૦૦/-

• થાપણની કુલ ચુકવવાપાત્ર રકમ રૂા. ર૦૦૦૦/- કે તેથી વધુ હશે તો એકાઉન્ટ પેઈ ચેક દવારા રકમ ચુકવવામાં આવશે. અલબત્ત થાપણદાર ઈચ્છેતો થાપણની પાકતી તમામ રકમ બચતખાતામાં ટ્રાન્સફર કરીને બચત ઉપાડ સ્લીપ દ્વારા વધુમાં વધુ રૂા.૨૦૦૦૦/- રોકડ રકમ ઉપાડી શકશે.

• થાપણદાર ઇચ્છે તો થાપણ ઓટો રીન્યુ કરી શકશે પરંતુ તે અંગેની વિગતો થાપણ મુકતી વખતે ફોર્મમાં જણાવવાની રહેશે જો થાપણ ઓટો રીન્યુ માટે જણાવેલ નહી હોય તેવા સંજોગોમાં થાપણ પાકયા તારીખથી એકમાસ સુંધીમાંજ રીન્યુ કરી આપવામાં આવશે. જે વધુમાં વધુ ત્રણ વાર રીન્યુ થઇ શકશે ત્યાર બાદ થાપણદારે થાપણ રીન્યુ કરાવતી વખતે થાપણ સર્ટીફીકેટ સહી સાથે પરત આપવાનું વટાવી લેવાનું રહેશે. અને ફરીથી અરજી ફોર્મ ભરવાનું રહેશે.

• થાપણદારે થાપણ તરીકે મુકેલ રકમ પાકતી તારીખ પહેલા (પ્રિમેચ્યોર્ડ) ઉપાડશે તો થાપણ મુકયા તારીખથી દર પુરા થતા માસનું બચત પરના વ્યાજદર પ્રમાણે વ્યાજની ગણતરી કરીને રકમ ચુકવવામાં આવશે.

• થાપણદારને બાંધી મુદતની થાપણ રસીદ - સર્ટીફીકેટ આપવામાં આવશે, જેમાં થાપણની રકમ, વ્યાજનો દર, પાકતી તારીખ અને પાકતી તારીખે મળવાપાત્ર વ્યાજ સહીતની રકમનો ઉલ્લેખ કરેલ હશે. આ થાપણ સર્ટીફીકેટ નોન-ટ્રાન્ફરેબલ રહેશે અને પાકતી મુદતે આજ થાપણ સર્ટીફીકેટ પાછળ સહી કરીને પરત કરવાનું રહેશે. થાપણ સર્ટીફીકેટ થાપણદારે પોતાની પાસે સંભાળપૂર્વક રાખવાનું રહેશે. અને કોઈપણ શખ્સ કે આસામી આ થાપણ સર્ટીફીકેટ કોઈપણ રીતે મેળવીને કોઈપણ રકમ અંશત: કે તમામ રકમ દગાથી ઉપાડી જશે તો તેને માટે સોસાયટી કોઈપણ પ્રકારે જવાબદાર રહેશે નહી.

• થાપણદારે કોઈપણ આકસ્મિક સંજોગોમાં પોતાની થાપણ સર્ટીફીકેટ ગુમાવે ત્યારે તે અંગેની લેખીત જાણ તાત્કાલિક સોસાયટીમાં કરવાની રહેશે અને થાપણ સર્ટીફીકેટની ડુપ્લીકેટ નકલ મેળવવા માટે રૂા. ૫૦/- ના સ્ટેમ્પ પર અરજી આપવાની તેમજ રૂા. ૨/- થી ફી ભરવાની રહેશે.

• થાપણદાર પોતાનું નિવાસસ્થાન બદલે ત્યારે નવા નિવાસસ્થાનની તાકીદે લેખિત જાણ સોસાયટીને કરવાની રહેશે.

• થાપણદારને પાકતી તારીખે થાપણ સર્ટીમાં દર્શાવેલ રકમ ચુકવવામાં આવશે. પરંતુ જો પાકતી તારીખે સોસાયટીમાં રજા હશે તો ત્યારપછીના કામકાજના દીવસે થાપણ ચુકવવામાં આવશે.

• તારીખ પહેલા (પ્રિમેચ્યોર્ડ) રકમ ઉપાડવી હશે તો સાદા કાગળ પર થાપણ ફોર્મમાં દર્શાવેલ અરજદારની સહીથી અરજી કરવાની રહેશે અને રૂા. ર/- સ્ટેશનરી ચાર્જ આપવાનો રહેશે.

• થાપણદાર જો થાપણ મુકયા તારીખથી ૩૦ દિવસ કરતાં ઓછા સમયગાળામાં થાપણ વટાવશે તો રૂા. ર/- સ્ટેશનરી ચાર્જ વસુલ લેવામાં આવશે અને થાપણપર પર અન્ય કોઈપણ પ્રકારનું વ્યાજ ચુકવવામાં આવશે નહી.

• થાપણદાર પાકતી મુદત પછી ૩૦ દિવસ સુંધી થાપણ ઉપાડશે નહી તો ૩૦ દિવસના ગુણાંક પ્રમાણે પ્રવર્તમાન બચતખાતાના વ્યાજદર પ્રમાણે હાલ ૫% લેખે વ્યાજની ગણતરી કરીને થાપણની રકમ ચુકવવામાં આવશે.

• સભાસદોની થાપણ સ્વિકારવા કે નહી સ્વિકારવા અંગેનો અબાધિત હકક માત્ર સોસાયટીના વ્યવસ્થાપક સમિતિ હસ્તક રહેશે. આ અંગેનું કારણ આપવાનું સોસાયટીને બંધનકર્તા રહેશે નહી.

• બાંધી મુદતની થાપણ (ફીકસ ડિપોઝીટ) ના ઉપર દર્શાવેલ કોઈપણ નિયમ કે તમામ નિયમોમાં અગાઉથી ખબર આપ્યા વગર કોઈપણ સમયે કોઈપણ એક કે એક કરતા વધારે કે તમામ નિયમોમાં ફેરફાર સુધારા-વધારા કે ઉમેરો કરવાની સત્તા અને હકક માત્ર સોસાયટીના વ્યવસ્થાપક સમિતિને હસ્તક રહેશે. જે સર્વે થાપણદારને જે તે સમયથી સ્વીકાર્ય અને બંધનકર્તા રહેશે.

• થાપણ મુકનાર થાપણદાર અવસાન પામે ત્યારે થાપણ અરજીફોર્મમાં દર્શાવેલ વારસદારે લેખિત અરજી કરવાની રહેશે. જેમાં પોતાની ઓળખના પુરાવા અને થાપણદારના મૃત્યુ સર્ટીફીકેટની પ્રમાણિત નકલ આપવાની રહેશે. જેની ચોકસાઈ કરી થાપણની રકમ નિયમોનુસાર ચુકવી આપવામાં આવશે.પરંતુ વારસદાર અંગે કોઈ પ્રશ્ન કે ગુંચવણ ઉપસ્થિત થશે ત્યારે સોસાયટીના વ્યવસ્થાપક સમિતિને યોગ્ય લાગશે તેવા કાયદેસરના વારસદારને થાપણની રકમ ચુકવી આપશે.