કોઇપણ વ્યક્તિ ૧) જે પરિશિષ્ટ-''અ'' માં જણાવેલ પૈકીના વિભાગ/કચેરીમાં ગાંધીનગર બહાર તબદીલ કે બીનબદલીપાત્ર કાયમી અથવા હંગામી નિમણૂંક ધરાવનાર વર્ગ-૧, વર્ગ-ર ના અધિકારી અને વર્ગ-૩ ના કર્મચારી અથવા તેવા સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામ આધારે સીધી ભરતીથી કરારીય ધોરણે નિમણૂંક પામેલ હોય. |
૨) તેઓએ સભાસદ થવા માટે સંસ્થામાંથી નિયત ફોર્મ મેળવીને ફોર્મની સાથે આપેલ લીસ્ટ મુજબના ડોક્યુમેન્ટ્સ વિભાગના અધિકારીના સહી-સિક્કા સાથે સંસ્થામાં મોકલી આપવાના રહેશે સાથેસાથે નીચે આપેલ ફોર્મ ઓનલાઇન ભરીને સબમીટ કરવાનું રહેશે. |
૩) ફોર્મ સબમીટ થયા બાદ જે તે માસની લોન સમિતિની બેઠકમાં ફોર્મની પ્રાથમિક ચકાસણી બાદ મંજૂર કરવામાં આવશે અને આપને સંસ્થામાં નિયત ફી ભરવાનું જણાવવામાં આવશે. |
૪) ફી ભરાયા બાદ જ આપની અરજી જે તે માસના અંતે વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં આખરી મંજૂરી અર્થે અરજીને મંજૂરી મળ્યા બાદ આપને સંસ્થાના સભાસદ બનાવવામાં આવશે. |
૫)સભાસદ થયેથી સંસ્થા દ્વારા નક્કી કરેલ ફરજીયાત બચત (થ્રિફ્ટફંડ) ની રકમ આપના પગારમાંથી દરમાસે કપાત કરવામાં આવશે. |