• સભાસદ વ્યકિતગત નામે સોસાયટીએ નિયત કરેલ અરજી ફોર્મમાં અરજી કરી નિશ્ચિત મુદત માટે માસીક રીકરીંગ થાપણ ખાતું ખોલાવી શકશે.
• રીકરીંગ ખાતું ન્યુનત્તમ રૂા. પ૦/- અને ત્યારબાદ રૂા પ૦/- ના ગુણાંકમાં ગમે તેટલી રકમથી ખાતુ ખોલાવી શકશે.
• રીકરીંગ થાપણની મુદત અને વ્યાજનો પ્રવર્તમાન દર ૭.પ%નીચે પ્રમાણે છે.
AMT | 12 | 24 | 36 | 48 | 60 |
---|---|---|---|---|---|
MONTH | MONTH | MONTH | MONTH | MONTH | |
50 | 624 | 1294 | 2008 | 2768 | 3572 |
100 | 1249 | 2588 | 4016 | 5535 | 7144 |
200 | 2498 | 5175 | 8033 | 11070 | 14288 |
300 | 3746 | 7763 | 12049 | 11605 | 21431 |
400 | 4995 | 10350 | 16065 | 22140 | 28575 |
500 | 6244 | 12938 | 20081 | 27675 | 35719 |
1000 | 12488 | 25875 | 40163 | 55350 | 71438 |
2000 | 24975 | 51750 | 80325 | 110700 | 142875 |
5000 | 62438 | 129375 | 200813 | 276750 | 357188 |
10000 | 124875 | 258750 | 401625 | 553500 | 714375 |
• રીકરીંગ થાપણદારે રીકરીંગ ખાતાના કોઈપણ મહીનાનો ભરવાપાત્ર હપ્તો જે તે માસની ૧પ તારીખ પહેલા સોસાયટીના કાર્યાલયમાં રૂબરુ ભરવાનો રહેશે. ખાતેદાર ૧પ તારીખ સુંધીમાં હપ્તો ભરપાઈ કરવામાં કસુર કરશે તો હપ્તાની રકમ પર દર ૧૦ (દશ) રૂપીયે ૧પ પૈસા લેખેના ગુણાંકમાં દંડનિય વ્યાજ ગણતરી કરીને રીકરીંગ ખાતાના ચુકવવાપાત્ર વ્યાજ કે મુદલમાંથી વસુલ કરી બાકી રકમ ચુકવવામાં આવશે.
• રીકરીંગ થાપણની કુલ ચુકવવાપાત્ર રકમ રૂા. ર૦૦૦૦/- કે તેથી વધુ હશે તો એકાઉન્ટ પેઈ ચેક દવારા રકમ ચુકવવામાં આવશે. અલબત્ત થાપણદાર ઈચ્છેતો તમામ રકમ બચતખાતામાં ટ્રાન્સફર કરીને બચત ઉપાડ સ્લીપ દવારા રૂા. ર૦૦૦૦/- રોકડ રકમ ઉપાડી શકશે.
• રીકરીંગ થાપણદારને સોસાયટી તરફથી રીકરીંગ કાર્ડ આપવામાં આવશે. જેમા રીકરીંગ ખાતેદારનું નામ, મુદત, મુકયા તારીખ, પાકતી તારીખ અને પાકતી તારીખે મળવાપાત્ર રકમનો ઉલ્લેખ કરેલ હશે. ખાતેદારે આ કાર્ડ દર મહીને અવશ્ય સાથે લાવવાનું રહેશે અને દરમાસની એન્ટ્રી કરાવવાની રહેશે. રીકરીંગ ખાતું બંધ કરતી વખતે રીકરીંગ કાર્ડ અચુક જમા કરાવવાનું રહેશે.
• રીકરીંગ થાપણદાર ઈચ્છેતો શરતોને આધિન પોતાના બચતખાતા માંથી ટ્રાન્સફર એન્ટ્રીની સુચના દવારા આપમેળે હપ્તાની રકમ ટ્રાન્સફર કરી રીકરીંગખાતામાં હપ્તાની રકમ જમા કરાવી શકશે.
• રીકરીંગ થાપણદાર ઈચ્છેતો ગમે તેટલા માસીક હપ્તાની રકમના નાંણા અગાઉથી (એડવાન્સ) જમા કરાવી શકશે. અલબત્ત અગાઉથી જમા કરાવેલ હપ્તાની રકમ પર વ્યાજ નિયમ પ્રમાણે જ આપવામાં આવશે.
• રીકરીંગ થાપણદાર કોઈપણ આકસ્મીક સંજોગોમાં રીકરીંગ કાર્ડ ગુમાવે ત્યારે તે અંગેની લેખીત જાણ તાત્કાલિક સોસાયટીના કરવાની રહેશે અને ડુપ્લીકેટ રીકરીંગ કાર્ડ મેળવવા માટે સાદા કાગળ પર અરજી કરવાની રહેશે અને રૂા. ર/- ની ફી ભરવાની રહેશે.
• રીકરીંગ થાપણદારે નિયમિત હપ્તા ભરેલ હશે તો પાકતી તારીખે રીકરીંગ કાર્ડમાં દર્શાવેલ રકમ ચુકવવામાં આવશે. અલબત્ત રીકરીંગ કાર્ડમાં દર્શાવેલ પાકતી તારીખ અને છેલ્લો હપ્તો ભરાયા બાદ એકમાસ પછી એમ બે માંથી જ મોડુ હોય ત્યારે જ જમા થયેલ રકમ ચુકવવામાં આવશે. આમ છતાં વહેલા નાંણા લેવા હશેતો પાકતી મુદત પહેલા (પ્રિમેચ્યોર્ડ) ગણીને રકમ પરત ગણવામાં આવશે.
• રીકરીંગ થાપણદાર રીકરીંગ હપ્તાની ભરેલ રકમ પાકતી તારીખ પહેલા (પ્રિમેચ્યોર્ડ) ઉપાડશે તો થાપણ મુકયા તારીખથી દર પુરા થતા માસનું પ્રવર્તમાન બચત વ્યાજ દર જેટલું (હાલ ૫%) પ્રમાણે વ્યાજની ગણતરી કરીને રકમ ચુકવવામાં આવશે. તારીખ પહેલા (પ્રિમેચ્યોર્ડ) રકમ ઉપાડવી હશે તો સાદા કાગળ પર રીકરીંગ ફોર્મમાં દર્શાવેલ તમામ અરજદારની સહીથી અરજી કરવાની રહેશે અને રૂા. ર/- સ્ટેશનરી ચાર્જ આપવાનો રહેશે.
• રીકરીંગ થાપણદાર પાકતી મુદત પછી રીકરીંગનાં નાંણા લઈ જશે નહી કે ઉપાડશે નહી તો પાકતી મુદત પછી કંઈપણ પ્રકારનું વ્યાજ ચુકવવામાં આવશે નહી.
• રીકરીંગ થાપણદાર ખાતું ખોલાવ્યા તારીખથી ૩૦ દિવસ કરતા ઓછા સમયગાળામાં રીકરીંગ ખાતુ બંધ કરાવશે તો રૂા. ર/- ( બે પુરા) સ્ટેશનરી ચાર્જ વસુલ કરવામાં આવશે અને કંઈપણ પ્રકારનું વ્યાજ ચુકવવામાં આવશે નહી.
• કોઈપણ વ્યકિતની રીકરીંગ થાપણ સ્વીકારવા કે નહી સ્વીકારવા અંગેનો અબાધિત હકક માત્ર સોસયટીના વ્યવસ્થાપક સમિતિ હસ્તક રહેશે.
• રીકરીંગ થાપણ મુકનાર થાપણદાર અવસાન પામે ત્યારે રીકરીંગ ખાતા ખોલાવાના અરજી ફોર્મમાં દર્શાવેલ વારસદારે લેખિત અરજી કરવાની રહેશે જેમાં પોતાની ઓળખના પુરાવા અને રીકરીંગ થાપણદારના મૃત્યુ સર્ટીફીકેટની પ્રમાણિત નકલ આપવાની રહેશે. જેની ચોકસાઈ કરી રીકરીંગ થાપણની રકમ નિયમોનુસાર ચુકવી આપવામાં આવશે. પરંતુ વારસદાર અંગે કોઈ પ્રશ્ન કે ગૂંચવણ ઉપસ્થિત થશે ત્યારે સોસાયટીના વ્યવસ્થાપક સમિતિને યોગ્ય લાગશે તેવા કાયદેસરના વારસદારને રીકરીંગ થાપણની રકમ ચુકવી આપવામાં આવશે.
• રીકરીંગ માસીક હપ્તાની રકમ કે ખાતા એક નામથી બીજા નામે ફેરબદલ થઈ શકશે નહી.
• સામાન્ય રીતે સોસાયટીની વ્યવસ્થાપક સમિતિ વખતો વખત નકકી કરે તેટલા રીકરીંગ થાપણના હપ્તાની મુદત અને વ્યાજનો દર રહેશે.
• રીકરીંગ થાપણદાર પોતાનું નિવાસસ્થાન બદલે ત્યારે નવા નિવાસસ્થાનની તાકીદે લેખીત જાણ સોસાયટીને કરવાની રહેશે.
• રીકરીંગ થાપણખાતા પર દર્શાવેલ કોઈપણ નિયમ કે તમામ નિયમોમાં અગાઉથી ખબર આપ્યા વગર કોઈપણ સમયે એક કે એક કરતા વધારે કે તમામ નિયમોમાં ફેરફાર, સુધારા-વધારા કે ઉમેરો કરવાની સત્તા અન હકક માત્ર સોસાયટીના વ્યવસ્થાપક સમિતિને હસ્તક રહેશે. જે સર્વે રીકરીંગ થાપણદારને જે તે સમયથી સ્વીકાર્ય અને બંધનકર્તા રહેશે.