Bank Details

FD Rates

3 Month

@ 6.00 %


6 Month

@ 6.50 %


12 Month

@ 7.50 %


24 Month

@ 8.00 %


36 Month

@ 8.50%


ANNUAL REPORT FOR THE F.Y. 2023-24 HAS BEEN PUBLISHED THEREFORE ALL THE MEMBERS HAVE REQUEST TO DOWNLOAD FROM >MAIN MENU>ANNUAL REPORT>2023-24 

Society History

સંસ્થાનો ઈતિહાસ

                                       

સંસ્થાનો ઈતિહાસ

 

સન ૧૯૮ર માર્ચની પહેલી તારીખે  ધી ગુજરાત સચિવાલય એન્ડ એલાઈડ ઓફીસીઝ એમ્પ્લોઈઝ કો.ઓ. ક્રેડીટ સોસાયટી લિમીટેડ, ગાંધીનગર  (રજી.નંબર ૧૪૩૦૯) ના નામે આપણી સંસ્થા અસ્તિત્વમાં આવી.

સંસ્થાની સ્થાપના માટે ભગીરથ પ્રયત્ન કરનાર અને સચિવાલયના નવા ભરતી થતા કર્મચારીઓ માટે  નવી ક્રેડીટ સોસાયટી  ઉભી કરવાના સ્વપ્નને સાકાર કરનાર સ્થાપક સભ્યશ્રી વસંતકુમાર એ રાવલ (સભાસદ ક્રમાંક-૧) ની સંસ્થાના પ્રથમ પ્રમુખ તરીકે સર્વાનુમતે- બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તેઓશ્રી એ ૧૯૮૧-૧૯૮ર થી ૧૯૮૭-૧૯૮૮ સતત સાત વર્ષ સુંધી અને સને ૧૯૯૦-૧૯૯૧ ના દશાબ્દી વર્ષ  માં પ્રમુખ તરીકેની જવાબદારી નિષ્ઠા, ખંત અને વફાદારી પૂર્વક નીભાવી હતી. પરંતુ તા. ૧૩-પ-ર૦૦૪ ના રોજ તેઓશ્રીના અણધાર્યા અવસાનને કારણે આપણી સંસ્થાને પુરી શકાય નહી તેવી ખોટ પડેલ.

સન ૧૯૮રમાં જુના સચિવાલયમાં કર્મચારી એસોસિએશનની ઓફીસના એક ખુણામાં એક કબાટ, બે ટેબલ, ચાર ખુરશી, બે પગારદાર કર્મચારી અને રૂા. ૧પ૧પ/- ની મુડીથી સંસ્થાની કામગીરીની શરુઆત કરવામાં આવી. પ્રથમ વર્ષ ૧૯૮૧-૧૯૮રમાં ૭૪ર સભાસદો હતા અને રૂા. પ૦૦/- નું મહત્તમ ધિરાણ આપવામાં આવતું હતું. પ્રથમ વર્ષ સને ૧૯૮૧-૧૯૮ર ના નાંણાકીય વર્ષ માં સ્વાભાવિક રીતે  ખોટ હતી. અલબત્ત જે માત્ર રૂા. ૧૬૭૧/- ની હતી (અને અહેવાલ પણ ત્રણ માસનો હતો.) પરંતુ ત્યારબાદ ક્રમશ: સભ્ય સંખ્યા વધાવાને કારણે અને થાપણો, ધિરાણ વધવાને કારણે વર્ષ-પ્રતિવર્ષ સતત નફો થવા પામેલ છે. જે આજદિન સુંધીના આંકડાઓ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. સંસ્થાના પ્રથમ વર્ષે જ ઓડીટ વર્ગ-“બ” ધારણ કરનાર અને માત્ર પાંચ વર્ષના ટુંકાગાળા બાદ ઓડીટ વર્ગ-અ ધરાવતી અને આજદિન સુંધી ઓડીટ વર્ગ-“અ” જાળવી રાખતી આપણી સંસ્થાએ “પગારદાર કર્મચારીઓની  ક્રેડીટ સોસાયટી” માં આગવુ સ્થાન પ્રાપ્ત કરેલ છે. અને એટલે જ સને ૧૯૯ર-૧૯૯૩ માં ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદ દ્વારા આયોજિત “પગારદાર કર્મચારીઓની મંડળી”  માં ઉત્તમ કામગીરી બદલ આપણી સંસ્થાએ સમગ્ર જિલ્લામાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે અને રૂા. ર૦૦/- રોકડ પુરસ્કાર તથા પ્રશસ્તિપત્ર મેળવેલ હતા.

આ સંસ્થા ફકત સચિવાલયના કર્મચારી/અધિકારીઓની હોવાને કારણે અને આજ નામની અન્ય સંસ્થા સચિવાલયમાં અસ્તિત્વમાં હોવાને કારણે આપણી સંસ્થનું નામ બદલીને “ધી ગુજરાત સચિવાલય એમ્પ્લોઈઝ કો.ઓ. ન્યુ ક્રેડીટ સોસાયટી લીમીટેડ ગાંધીનગર”  રાખવામાં આવ્યું.

સને ૧૯૯૦-૧૯૯૧ ના વર્ષને આપણી સંસ્થાએ “દશાબ્દી વર્ષ”  તરીકે ઉજવણી કરેલ અને ટાઉનહોલ, સેકટર-૧૭, ગાંધીનગર ખાતે પ્રોફેશનલ પાર્ટી દ્વારા ગીત-સંગીત નો મનોરંજન કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં તમામ સભાસદોએ ઉત્સાહભેર હાજરી આપીને કાર્યક્રમને માણ્યો હતો. તદ્ ઉપરાંત સંસ્થા દ્વારા દરેક સભાસદને રૂા.પ૦/- ની મૂળ કીંમતનું  “દશાબ્દી બોન્ડ”  આપવામાં આવેલ. જેના પાંચ વર્ષબાદ રૂા. ૧૦૦ ચુકવવામાં આવેલ.

સને ૧૯૯પ ના વર્ષમાં સભાસદો અને થાપણદારોને ક્ષતિમુકત અને ઝડપી સેવા મળી રહે તે હેતુથી  “કોમ્પ્યુટર” ની ખરીદી કરવામાં આવી અને વિભાગના રીકવરીના પત્રકો કોમ્પ્યુટર દ્વારા મોકલવામાં આવ્યા જેને સફળતા સાંપડતા હિસાબો ફુલ્લી કોમ્પ્યુરાઈઝડ કરવાનો માર્ગ ખુલ્લો થયો.

સને ૧૯૯૯ ના વર્ષમાં તમામ કર્મચારીઓને કોમ્પ્યુટર ફાળવીને ONLINE સિષ્ટમ અપનાવીને સંસ્થાના તમામ નાંણાકીય વ્યવહાર કોમ્પ્યુટર દ્વારા જ કરવાનું શરુ કરીને આપણી સંસ્થાએ સમગ્ર ગુજરાતમાં સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝડ પ્રથમ સહકારી સંસ્થાનું બહુમાન મેળવેલ છે. સને ર૦૦૦ ના વર્ષમાં સભાસદો અને થાપણદારોની સવલતમાં વધારો કરવાના હેતુસર કોમ્પ્યુટરાઈઝડ શેર સર્ટીફીકેટ, ડીવિડન્ડ વાઉચર, ડીવિડન્ડ ચેક સેવિંગ્સ ટુ રીકરીંગ ઓટો ટ્રાન્ઝેકશન જેવી સવલત વગેરે આપવાનું અને પાસબુક પ્રિન્ટર વસાવીને કોમ્પ્યુટરાઈઝડ ધિરાણ પાસબુક અને બચત પાસબુક પણ પ્રિન્ટ કરી આપવાનું શરુ કરવામાં આવેલ જેને મહત્તમ સફળતા સાંપડેલ.

સને ર૦૦૦-ર૦૦૧ માં સંસ્થાના વીસ વર્ષ પૂર્ણ થવાથી  “દ્વિ દશાબ્દી વર્ષ” ની ભેટ સ્વરુપે તમામ સભાસદોને રૂા. ૧પ૦/- રોકડ ભેટ આપવામાં આવેલ હતી.

સને ર૦૦પ-ર૦૦૬ ના સંસ્થાના રપમાં રજત જયંતિ વર્ષમાં સંસ્થા વિષેની અથ થી ઈતિ માહીતી મેળવી શકવાની, પોતાના નાંણાકીય વ્યવહારોની ચકાસણી કરવાની અને પોતાના એકાઉન્ટ પ્રિન્ટ કાઢી શકવાની, સંસ્થાના વહીવટ પરત્વેના પ્રતિભાવો મોકલી શકવાની અને રોજ-બરોજના નિર્ણયોની અને વ્યાજ દરોની અદ્યતન જાણકારી મેળવવાની સુવિધા સભાસદોને પોતાના સ્થળે પોતાના કોમ્પ્યુટર દ્વારા ઉપલબ્ધ થાય તે હેતુથી sncs.gujarat.gov.in નામની સંસ્થાની પોતાની વેબસાઈટ શરુ કરવામાં આવેલ વેબસાઈટની સુવિધા દ્વારા સંસ્થાના વ્યવસ્થાપક મંડળએ સાબીત કરી આપેલ છે કે આપણી સંસ્થાનો તમામ વહીવટ શુધ્ધ, પારદર્શક અને સભાસદ લક્ષી છે. પગારદાર કર્મચારીની ક્રેડીટ સોસાયટી દ્વારા વેબસાઈટ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સમગ્ર સહકારી ક્ષેત્રે આપણી સંસ્થા માત્ર ગુજરાત માંજ નહી કદાચ ભારતમાં પ્રથમ હશે તેનું ગૌરવ અને ગર્વ આપણે લઈએ તે સ્વાભાવિક છે.

સને ૧૯૮૧-૧૯૮ર થી ર૦૦પ-ર૦૦૬ સુધીના રપ વર્ષના સમયગાળાની સફર બાદ 25 YEARS (SILVER JUBILEE YEAR) એ આપણી સંસ્થાનો પ્રથમ પડાવ છે.  હજુ આપણે “રજત જયંતિ વર્ષ”  માં 50 YEARS (GOLDEN JUBILEE YEAR) અને 75 YEARS (DIMOND JUBILEE YEAR)ની સફર કરીને 100 YEARS (PLATINUM JUBILEE YEAR) સુધીની મંઝીલે પહોંચવાનું છે, અને આપણે મંઝીલે ચોકકસ પહોંચીશું તેની ખાત્રી અને શ્રધ્ધા છે. અલબત્ત ડીરેકટર્સ, કર્મચારીઓ અને સભાસદો બદલાતા રહેશે પરંતુ સંસ્થાનો સુર્ય આજે મધ્યાહને જેમ ઝળહળતો રહયો છે તેમ સદા ઝળહળતો રહેશે....ઝળહળતો જ રહેશે.....

ઈતિહાસ અહી પુરો થતો નથી કારણકે  સંસ્થાના ઈતિહાસની આતો શરુઆત છે.....

 

અસ્તુ...